Revenue Talati Question Paper (28-02-2016) / Previous Year Question Paper With Solution - Study For Buddies

Thursday, April 4, 2024

Revenue Talati Question Paper (28-02-2016) / Previous Year Question Paper With Solution

REVENUE TALATI QUESTION PAPER 


PREVIOUS YEAR QUESTION PAPER WITH SOLUTION
(28-02-2016)
Gujarati

 
1. ‘વિદ્યાવાચસ્પતિ’ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.

(A) કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી
(B) કેશવરામ કાશીરામ શાસ્ત્રી
(C) કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી
(D) કેશવરામ કાનજીરામ શાસ્ત્રી

2. Give the first Verb form of : bereft

(A) bereave
(B) bear
(C) barefoot
(D) beareve

3. સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે?

(A) કલેકટરશ્રીને
(B) મામલતદારશ્રીને
(C) તાલુકા વિકાસ અધિકારીશ્રીને
(D) ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને

4. ‘કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે?

(A) ગુજરાતનો નાથ
(B) પૃથ્વિવલ્લભ
(C) પાટણની પ્રભુતા
(D) જય સોમનાથ

5. 1 ચો. વાર (sq. yard) = ___________ ચો.મી. (sq. metre)

(A) 0.931626
(B) 0.836126
(C) 0.891263
(D) 0.983126

6. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓ/શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સીંગલ પોઈન્ટ ઘર વપરાશના વીજ જોડાણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે?

(A) કુટીર જ્યોતિ યોજના
(B) ગ્રામ/શહેર આવાસ વીજ યોજના
(C) ખુશી યોજના
(D) ઝૂંપડા વીજળીકરણ યોજના

7. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.


(A) d - 1, c - 3, a - 4, b - 2
(B) a - 2, c - 4, d - 1, b - 3
(C) c - 3, d - 2, a - 1, b - 4
(D) a - 3, b - 4, c - 2, d - 1

8. ‘બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ કયા છંદમાં છે?

(A) મંદાક્રાંતા
(B) પૃથ્વી
(C) હરિગીત
(D) હરિણી

9. પ્રકાશવર્ષ શાનો એકમ છે?

(A) અંતર માપવાનો
(B) વર્ષ માપવાનો
(C) ઝડપ માપવાનો
(D) પ્રકાશ માપવાનો

10. Select single word for the following phrase : "Government based on religion"

(A) Diarchy
(B) Theocracy
(C) Plutocracy
(D) Aristocracy

11. ગતિશીલ ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'મેટ્રો રેલ' નું કાર્ય હાલ કઈ કંપની અંતર્ગત કરવામાં આવી રહ્યું છે?

(A) મેટ્રો-લિન્ક એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ.
(B) મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ. 
(C) મેટ્રો-લિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ.
(D) મેટ્રો-લિન્કેજ એક્સપ્રેસ વે ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ (મેગા) કંપની લિ.

12. ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા?

(A) જ્યોતીન્દ્ર દવે 
(B) કનૈયાલાલ મુનશી
(C) રામનારાયણ પાઠક
(D) ઉમાશંકર જોષી

13. ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે ?

(A) 25
(B) 20
(C) 16  2/3
(D) 12.5

Solution :

   80 → 20
 100 → (?)
 100/80 × 20 = 25%
 
આપણે ચોખાનો ભાવ 100 રૂપિયા લઈએ તો ઘઉંનો ભાવ તેના 80% એટલે કે 80 રૂપિયા થાય. 
ચોખાનો ભાવ ધઉંથી 20 રૂપિયા વધુ થાય છે.

14. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.


(A) a - 1, c - 3, d - 4, b - 2
(B) b - 1, a - 3, c - 4, d - 2 
(C) c - 3, d - 1, a - 2, b - 4
(D) d - 1, b - 2, c - 4, a - 3

15. નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર કયું છે?

(A) જ સ જ સ ય લ ગા
(B) ય મ ન સ ભ લ ગા
(C) મ સ જ સ ત ત ગા
(D) મ ર ભ ન ય ય ય

16. નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો?

(A) રાજેન્દ્રપ્રસાદ
(B) નીલમ સંજીવ રેડ્ડી
(C) વી.વી. ગીરી
(D) જ્ઞાની ઝેલસીંઘ

17. Give opposite gender for : 'Bullock'

(A) heifer
(B) bully
(C) calf
(D) colt

18. જૂની શરતના સત્તાપ્રકારમાં નીચેનામાંથી કયા વ્યવહાર પર પ્રતિબંધ હોય છે?

(A) તબદીલી
(B) ભાગલા
(C) ગીરો
(D) આ ત્રણ વ્યવહારમાંથી કોઈપણ પ્રતિબંધિત નથી

19. ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા-સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમને તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડયો હતો?

(A) કવિ દયારામ
(B) કવિ દલપતરામ
(C) કવિ નર્મદ
(D) નરસિંહરાવ દિવેટિયા

20. MS PowerPoint માં કોઈ ચોક્કસ સ્લાઈડને સંતાડવા માટે કયા મેનૂ-વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે?

(A) Tools --> Hide Slide
(B) View --> Hide Slide
(C) Format --> Hide Slide
(D) Slide Show --> Hide Slide

21. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. 


(A) b - 1, d - 4, c - 2, a - 3
(B) a - 1, c - 3, b - 2, d - 4
(C) a - 4, d - 3, c - 1, b - 2
(D) b - 1, c - 3, a - 4, d - 2

22. 10,000 રૂા.ની 12% લેખે 1 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે રાશ શું થાય? (વ્યાજ દર છ મહિને ઉમેરવું)

(A) 11326 રૂ.
(B) 11236 રૂ.
(C) 11623 રૂ.
(D) 11263 રૂ.

23. નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી -

(A) હોલ
(B) આંગણુ
(C) સ્ટોરરૂમ
(D) ગજાર

24. Select single word for the following phrase: "That which cannot be rubbed off"

(A) Incredible
(B) Indelible
(C) Inedible
(D) Irrubbable

25. નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

(A) ગોવિંદે માંડી ગોઠડી
(B) સંભવામિ યુગે યુગે
(C) વિનોદની નજરે
(D) જ્યોતીન્દ્ર દવે

26. નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દષ્ટિએ શુદ્ધ વાક્ય જણાવો. 

ટોપીવાળાને કાયમ માટે હંમેશા યાદ રહે એવું કંઈક આપવું જ જોઈએ.

(A) કાયમ યાદ રહે એવું ટોપીવાળાને કાંઈક આપવું જોઈએ.
(B) યાદ રહે તેવું ટોપીવાળાને હંમેશા આપવું જોઈએ.
(C) ટોપીવાળાને કાયમ યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ. 
(D) ટોપીવાળાને હંમેશા યાદ રહે એવું કાંઈક આપવું જોઈએ.

27. Change into passive voice:

They asked me my name

(A) My name is asked by them. 
(B) I asked my name by them.
(C) I was asked my name by them.
(D) I am asked by name by them.

28. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.


(A) a - 1, b - 4, d - 3, c - 2
(B) d - 2, c - 1, b - 4, a - 3
(C) c - 1, d - 2, a - 4, b - 3
(D) b - 4, a - 2, c - 3, d - 1

29. 'માનચતુર અને ધર્મલક્ષ્મી” એ કઈ નવલકથાનો અંશ છે?

(A) મળેલા જીવ
(B) માનવીની ભવાઈ
(C) ગુજરાતનો નાથ
(D) સરસ્વતીચંદ્ર

30. લીપ-વર્ષમાં 53 બુધવાર હોય તેની સંભાવના __________ છે. 

(A) 0
(B) 1/2
(C) 1/7 
(D) 2/7

31. ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે. તેમાં સિંધુ પ્રદેશમાં હરપ્પા, મોહેંજો-દડો સ્થળોએ મળેલી હરપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલવહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા?

(A) સુરેન્દ્રનગર જિલ્લો 
(B) ભાવનગર જિલ્લો
(C) જુનાગઢ જિલ્લો
(D) અમદાવાદ જિલ્લો

32. આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રુતિ -

(A) શ્વેત
(B) વેદ
(C) શ્રમ
(D) વિલાસી

33. તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો? 

(A) સરોજીની નાયડુ
(B) સરદાર વલ્લભભાઈ પટેલ
(C) જવાહરલાલ નહેરુ
(D) ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

34. Find correct spelling.

(A) etiquete
(B) ettiquette
(C) etiquette
(D) ettiquete

35. નીચે દર્શાવેલ જોડકાં પોગ્ય રીતે જોડો.


(A) a - 4, b - 1, c - 3, d - 2 
(B) b - 1, c - 2, d - 3, a - 4 
(C) c - 3, d - 4, a - 2, b - 1
(D) d - 2, a - 1, b - 3, c - 4

36. તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. 

(A) પૂર્વરાગ
(B) અમૃતા
(C) A અને B બંને
(D) આપેલ પૈકી એકપણ નહીં

37. એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો. અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 5% નફો થાય?

(A) 20%
(B) 30%
(C) 40%
(D) 45%

38. તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ બાચાખાન યુનિવર્સિટીમાં આંતકવાદીઓ દ્વારા કરાયેલા બેફામ ગોળીબારમાં અનેક નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો. આ યુનિવર્સિટી ક્યા વિસ્તારમાં આવેલ છે?

(A) દસ્સુ
(B) કોહટ
(C) ચારસદા
(D) નૌશેરા

39. આપેલ શબ્દની સંધિ છૂટી પાડો : હેત્વાભાસ

(A) હેતુ + આભાસ
(B) હેત + આભાસ
(C) હેતવ + આભાસ
(D) હેત્વ + ભાસ

40. Give plural form of : 'index' (sign in algebra)

(A) indices
(B) indexese
(C) indesis
(D) indexis

41. ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ”ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે?

(A) શબ્દસૃષ્ટિ
(B) બુદ્ધિપ્રકાશ
(C) પરબ
(D) ગુજરાત ગૌરવ

42. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓએ સંગ્રામ સમયે અનેક મુખપત્રો પ્રગટ કર્યા, અનેક સંસ્થાઓની રચના કરી તેમજ લોકો દ્વારા તેમને બિરૂદ પણ આપવામાં આવ્યા. આ બાબતને અનુલક્ષીને નીચેના જોડકા જોડો.


(A) c - 1, a - 3, b - 4, d - 2
(B) b - 1, c - 2, d - 4, a - 3
(C) a - 3, d - 2, c - 4, b - 1
(D) d - 4, a - 1, b - 2, c - 3

43. પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી __________ થાય.

(A) 3.6
(B) 7.8
(C) 3.4
(D) 5.6

44. મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝઝુમી કૌરવોના ચક્રવ્યુહને ભેદનાર મહાયોદ્ધા અભિમન્યુના માતાનું નામ જણાવો.

(A) સુભદ્રા
(B) અરુંધતી
(C) અનસૂયા
(D) યશોધરા

45. નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું કયુ ઉદાહરણ નથી?

(A) અધમૂઓ
(B) ભજન મંડળી
(C) સિંહાસન
(D) રેવાશંકર

46. Put proper Question tag : Everyone stood up, __________ ?

(A) didn't they
(B) did he
(C) wasn't he
(D) were they

47. ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટયપ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટ્ય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્ય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંકિત નાટય સંસ્થાઓ દ્વારા નાટય પ્રયોગ યોજવામાં આવે છે. આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે?

(A) 14 ફેબ્રુઆરી
(B) 22 ડિસેમ્બર
(C) 28 એપ્રિલ
(D) 27 માર્ચ

48. એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ? 

(A) 16
(B) 18
(C) 20
(D) 22

49. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :


(A) d - 1, c - 2, b - 3, a - 4
(B) a - 1, c - 2, d - 4, b - 3
(C) b - 3, d - 2, a - 4, c - 1
(D) c - 2, a - 1, b - 4, d - 3

50. તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધિન રહી __________ વખતોવખત ઠરાવવું જોઈએ.

(A) સરપંચશ્રીએ
(B) મામલતદારશ્રીએ
(C) તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ
(D) કલેક્ટરશ્રીએ

51. 3/7, 5/9, 7/11, 4/7, 4/9, 4/11 ની સરાસરી શોધો.

(A) 1/2
(B) 345/693
(C) 347/693
(D) 3/4

52. જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = __________

(A) 24
(B) 27
(C) 57
(D) 58

53. નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો. 

‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’

(A) ઘરમાં સવારે છાશ વલોવવી.
(B) ધમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. 
(C) કપોળ કલ્પનામાં રાચવું.
(D) ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી.

54. My work __________ over, I rushed out to play cricket.

(A) has been
(B) had being
(C) have been
(D) having been

55. સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામિ દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

(A) ઉષ્મજલ કુંડ
(B) તત્પોદક કુંડ 
(C) અગ્રજલ કુંડ
(D) તત્પોજલ કુંડ

56. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.


(A) a - 3, b - 1, d - 2, c - 4
(B) b - 4, d - 1, c - 2, а - 3
(C) d - 1, c - 4, a - 3, b - 2
(D) c - 2, a - 3, b - 1, d - 4

57. MS Word માં સ્પેલીંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંકશન કીનો ઉપયોગ કરવામાં આવે છે?

(A) F6
(B) F7 
(C) F8
(D) F9

58. 3.5 મીટર ત્રિજ્યાવાળો 30 મીટર ઊંડો એક નળાકાર ખાડો ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીમાંથી 30 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈનો સમથળ ઓટલો બનાવવામાં આવે છે. તો તે કેટલી ઊંચાઈનો ઓટલો બનશે?  

(A) 3.85 મીટર
(B) 2.28 મીટર
(C) 0.385 મીટર
(D) 3 મીટર

59. ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં ‘જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે?

(A) જ્ઞાનચંદ જૈન પરિવાર
(B) અભ્યંકર જૈન પરિવાર
(C) સાહુ જૈન પરિવાર
(D) જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર

60. 1 પ્રકાશ વર્ષ = __________ A.U. (એસ્ટ્રોનોમીકલ યુનિટ) 

(A) 63000
(B) 5300
(C) 9412 x 10 10 (કેવાનું છે)
(D) ઉપરોક્ત પૈકી એકપણ નહીં

61. નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી છે?

(A) અતિરીક્ત
(B) અદ્ભુત 
(C) દિક્ષીત
(D) મોંસૂઝણું

62. કલેક્ટરશ્રીએ અપીલ કે રીવીઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમુના નં. 6 માં પાડવી __________

(A) મરજીયાત છે.
(B) ફરજિયાત છે.
(C) જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે.
(D) જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે.

63. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.


(A) a - 2, b - 3, c - 4, d - 1
(B) b - 1, a - 3, c - 4, d - 2
(C) d - 3, c - 1, a - 4, b - 2
(D) a - 4, b - 3, d - 1, c - 2

64. Both the tiger and the leopard are cats; the former animal is much larger than the __________ (late)

(A) latter
(B) later
(C) letar
(D) letter

65. ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ શબ્દકોશ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યો?

(A) કવિ ન્હાનાલાલ
(B) હેમચંદ્રાચાર્ય
(C) પ્રેમાનંદ
(D) નર્મદ

66. કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસ.સી., એસ.ટી. અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે?

(A) શોષણ સામેનો અધિકાર
(B) સમાનતાનો અધિકાર 
(C) બંધારણીય ઉપાયનો અધિકાર
(D) સ્વાતંત્ર્યનો અધિકાર

67. નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ __________ મિનિટ લાગે.

(A) 20 
(B) 30
(C) 12
(D) 16

68. ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કપા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે?

(A) સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો 
(B) મોરબી જિલ્લો, બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો, જામનગર જિલ્લો
(C) દેવભૂમિ દ્વારકા જિલ્લો, ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો 
(D) બોટાદ જિલ્લો, મોરબી જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો

69. નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.

હરિયો બસમાં બેઠો ત્યારથી એક માણસ તેને જોઈ રહ્યો હતો એટલે હરિયાને થયું કે એ માણસ તેને કામ આપશે.

(A) હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે.
( B) હરિયો બસમાં બેસતો. એક માણસ તેને જોઈ રહેતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. 
(C) હરિયો બસમાં બેઠો. એક માણસ જોઈ રહ્યો હતો. હરિયાને થયું. એ માણસ તેને કામ આપશે. 
(D) હરિયો બસમાં બેઠો. એક માણસ તેને જોઈ રહ્યો હતો. હરિયાને મનમાં થયું. એ માણસ જરૂર કામ આપશે.

70. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.


(A) a - 1, d - 3, b - 4, с - 2
(B) b - 2, c - 3, a - 4, d - 1
(C) c - 1, a - 3, d - 2, b - 4
(D) d - 1, b - 3, c - 4, a - 2

71. 26 જાન્યુઆરી 2016, ભારતના ગણતંત્રદિને ભારત સરકારના ખાસ મહેમાન તરીકે પધારેલા ફ્રાન્સના પ્રમુખનું નામ જણાવો.

(A) ફ્રેન્કોઈસ ઑલાન્દે
(B) નીકોલસ સાર્કોઝી
(C) ફ્રાન્સીસ ઑલીવર
(D) જ્યોર્જ ઓરીઓલ

72. Change the degree:
Ashoka was one of the greatest kings. 

(A) No other king was so great as Ashoka.
(B) Very few kings were as great as Ashoka.
(C) Ashoka was greater than any other king.
(D) Some other kings were as greater as Ashoka.

73. 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

(A) નારાયણ દેસાઈ
(B) સુરેશ દલાલ
(C) રાજેન્દ્ર શાહ
(D) ઈશ્વર પેટલીકર

74. નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે?

(A) કાર્બન ડાયોક્સાઈડ 
(B) હાઈડ્રોફલોરો કાર્બન (HFC)
(C) કલોરો ફ્લુરો કાર્બન (CFC)
(D) આપેલ તમામ

75. ગોલકની ત્રિજ્યામાં 10% વધારો કરતાં ગોલકનાં ઘનફળમાં કેટલાં ટકા વધારો થાય?

(A) 10%
(B) 21%
(C) 33.1%
(D) 27.1%

76. નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી?

(A) ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર
(B) નવી નવી ઈચ્છાઓ થવી - ઉકરાટા
(C) દુઃખનો પોકાર - આર્તનાદ
(D) હું પણાનો ભાર - સ્વાભિમાન

77. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.


(A) c - 3, a - 4, d - 2, b - 1 
(B) a - 3, d- 1, b - 2, c - 4
(C) d - 1, b - 3, a - 4, с - 2
(D) b - 2, a - 4, c - 1, d - 3

78. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930 ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો?

(A) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
(B) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) 
(C) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
(D) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)

79. Give the Noun form of : dig

(A) digation
(B) ditch
(C) digestion
(D) digth

80. અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટયાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને “ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા.

(A) મણિશંકર રત્નજી ભટ્ટ
(B) રમણભાઈ નીલકંઠ
(C) મણિલાલ નભુભાઈ
(D) મહાકવિ પ્રેમાનંદ

81. મહેસૂલી વર્ષ 1લી __________ થી શરૂ થાય છે.

(A) જુલાઈ
(B) ઓગસ્ટ
(C) સપ્ટેમ્બર
(D) એપ્રિલ

82. વર્તુળના પરિઘ પર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્યબિંદુઓ હોય તેવી કેટલી જીવા બને?

(A) 66 
(B) 132
(C) 96
(D) 144

83. નીચેના શબ્દોમાંથી કર્યું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે?

(A) દિવસ, ધીરજ, ભગા, ઘોડો, દિવાળી 
(B) ધીરજ, દીવાળી, ભાગ, દિવસ, ઘોડો
(C) ઘોડો, દિવસ, દિવાળી, ધીરજ, ભાગ
(D) ઘોડો, ધીરજ, દિવસ, દિવાળી, ભાગ

84. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.


(A) a - 1, b - 4, d - 3, c - 2
(B) c - 1, d - 4, a - 3, b - 2
(C) d - 2, a - 4, b - 3, c - 1
(D) b - 4, c - 1, d - 3, a - 2

85. The novelist and poet ________ dead.

(A) are
(B) were
(C) is
(D) have

86. 'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ?

(A) જ્યોતીન્દ્ર દવે
(B) જ્યોતીન્દ્ર વ્યાસ
(C) સતીષ વ્યાસ
(D) સતીષ દવે

87. Modem નું પુરુ નામ શું છે?

(A) modulo-demodulo
(B) modulation-demodulation
(C) modulator-demodulator
(D) modulating-demodulating

88. એક કામમાં A એ B કરતા બમણો ઝડપી છે. બન્ને ભેગા મળીને તે કામ 24 દિવસમાં પુરુ કરે છે તો A ને એકલાને તે કામ પુરુ કરતા કેટલા દિવસ લાગે?

(A) 30
(B) 32
(C) 36
(D) 72

89. નીચે આપેલ શબ્દ માટે રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.

પડો વજાડવો -

(A) ઢોલ વગાડવો
(B) જાણ કરવી 
(C) ખબર પાડવી
(D) જાહેરાત કરવી

90. __________ man is mortal.

(A) a
(B) an
(C) the
(D) article not required

91. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.


(A) b - 4, a - 1, c - 3, d - 2
(B) a - 3, c - 4, d - 2, b - 1
(C) d - 3, b - 2, a - 4, с - 1
(D) c - 4, b - 3, d - 1, a - 2

92. 'ડોસો જાણે નરસિંહ અવતાર હતો’ - આ વાક્યમાં કયો અલંકાર છે?

(A) અનન્વય
(B) સજીવારોપણ
(C) ઉપમા
(D) ઉત્પ્રેક્ષા

93. જો NOIDA શબ્દને 39658 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો INDIA શબ્દ માટે કયો કોડ દર્શાવી શકાય?

(A) 36568
(B) 63568
(C) 63569
(D) 65368

94. 5, 8, 17, ____________ 37, 48 ખૂટતાં અંક લખો.

(A) 25
(B) 13
(C) 24
(D) 20

95. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. 
મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.

(A) દ્વિતીયા તત્પુરુષ
(B) પ્રથમા તત્પુરુષ
(C) તૃતીયા તત્પુરુષ
(D) ચતુર્થી તત્પુરુષ

96. Arrange the jumbled parts and make a meaningful sentence: 

Twenty-twenty final/played with/team spirit/so/could win/we/we.

(A) We could play with team spirit so we win twenty-twenty final.
(B) We could win twenty-twenty final so we played with team spirit. 
(C) We played with team spirit so we could win twenty-twenty final.
(D) We win twenty-twenty final so we could play with spirit.

97. તાજેતરમાં “ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ” દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી?

(A) ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ
(B) શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ
(C) શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ
(D) ધન્વન્તરી આરોગ્ય રથ

98. ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને 'રણજિતરામ સુવર્ણચંદ્રક' દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે?

( A) ગુજરાતી સાહિત્ય પરિષદ 
(B) ગુજરાત સાહિત્ય અકાદમી
(C) ગુજરાત વિદ્યાસભા
(D) ગુજરાત સાહિત્ય સભા

99. રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા / વ્યક્તિને રૂા.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો. 

(A) મહાવીર જીવદયા એવોર્ડ
(B) મહાવીર સ્વામી પુરસ્કાર યોજના
(C) મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ
(D) મહાવીર એવોર્ડ

100. બે ટ્રેઈનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિ.મી./ક. અને 40 કિ.મી./ક. છે. બન્ને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે? 

(A) 12 સેકન્ડ
(B) 15 સેકન્ડ
(C) 16 સેકન્ડ
(D) 1 મીનીટ

For More Detail Contact Us And Follow On Study For Buddies

Thank You

No comments:

Post a Comment